હેલ્થ વર્કર (પુરુષ) માટે ભરતી જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે ભરતી જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3 માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 254 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ઇચ્છુક અને લાયક ઉમેદવારો OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની પ્રક્રિયા 07 માર્ચ 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે અને 21 માર્ચ 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અને પોતાની શૈક્ષણિક લાયકાત, વય તથા અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે.
ભરતી પ્રક્રિયા અને વિગતવાર માહિતી માટે ઉમેદવારોને GSSSB ની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુલાકાત લેવા વિનંતી કરવામાં આવે છે.

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t
Leave a Comment
Your email address will not be published. Required fields are marked