Published By Info by Galaxy
March 7, 2026, 10:03 a.m.

ઇન્સાન અચ્છા થા યે સુનને કે લિયે મરના પડતા હે

ક્યાં વાંચ્યું હતું કે જિંદા હો તો નિંદા તો હોગી.

ઇન્સાન અચ્છા થા યે સુનને કે લિયે મરના પડતા હે.

કેટલાક લોકોની કદર એમને ગુમાવ્યા પછી જ થાય છે.

તેઓ હાજર હોય ત્યારે એમનું મૂલ્ય નથી સમજાતું.

તેમની ગેરહાજરી રિયલાઇઝ કરાવે છે કે આપણે શું ગુમાવી દીધું.

એ કલાની હોય કે કાળજીની, કેટલીક નોંધ એ વ્યક્તિના ગયા પછી જ લેવાય છે.

પોતાના સમગ્ર જીવન દરમિયાન વિન્સેન્ટ વાન ગોગ નું એક પણ ચિત્ર ન વેચાયું.

આખું જીવન ગરીબીમાં કાઢ્યું.

અત્યારે એના ચિત્રો 1,00,000માં વેચાય છે.

કાફકા ને પોતાના પુસ્તકો બાળી નાખ્યા હતા, કારણ કે તેઓ જાતને એક સર્જક તરીકે નિષ્ફળ માનતા હતા.

આજે વાચકો કાફકા ના દીવાના છે.

હયાતી દરમિયાનનું કર્મ ક્યારેક મરણોત્તર પોંખાય છે.

એ સમાજ હોય કે કુટુંબ, માણસની કદર કરવામાં એ હંમેશાં મોડા પડ્યા છે.

પ્રશંસાની એક સુગંધી પાંખડી માટે જે વ્યક્તિ છેક સુધી તરસતી રહી, એની પ્રાર્થના સભામાં આપણે કદરનો ગુલદસ્તો લઈને પહોંચીએ છીએ હ્યુમન સાયકોલોજી બદલી નથી શકાતી, ફક્ત સમજી શકાય છે તો એ સમજવું જરૂરી છે કે આપણું મૂલ્ય અત્યારે જ થાય એવું જરૂરી નથી.

થાય એવું પણ જરૂરી નથી.

પણ માણસ તરીકે સારા એવું સાંભળવા માટે મરવું પડશે જો ટીકા, અવગણના કે અવમૂલ્યન થયા કરે છે તો અભિનંદન, તમે જીવિત છો

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t

Leave a Comment

Your email address will not be published. Required fields are marked