વિરોધ કરનારા શત્રુ નથી હોતા.
જે તમારી વાત કે વિચારનો વિરોધ કરે છે એ દરેક જણ દુશ્મન નથી હોતું.
બસ એમના અભિપ્રાય અલગ છે.
મત કે માન્યતા અલગ હોવાથી કોઈ દુશ્મન નથી બની જતું.
કોઈ અભિવ્યક્તિનો વિરોધ એ વ્યક્તિનો વિરોધ નથી.
લોકો વચ્ચેની લડાઈ ક્યારેક સૈદ્ધાંતિક હોય છે, વ્યક્તિગત નથી હોતી.
વિરોધ અને વૈમનસ્ય વચ્ચેનો ભેદ નહીં સમજાય તો આપણે દરેકને શત્રુ સમજીને દુઃખી થયા કરશું.
દરેકને પોતાની માન્યતા વ્હાલી હોય છે.
એને કોઈ છોડવા નથી માંગતું.
દરેક એને ડિફેન્ડ કરશે.
તમારો વિરોધ એમની ડિફેન્સ મિકેનિઝમનો ભાગ છે.
એ ધાર્મિક હોય કે રાજકીય, સામાજિક હોય કે અંગત, જો કોઈની માન્યતા આપણા કરતાં અલગ છે, તો પોતાનો પક્ષ ડિફેન્ડ કરવા એ તમારો વિરોધ કરશે.
That’s okay.
સહમત થવાથી કોઈ મિત્ર નથી બની જતું, એમ વિરોધ કરવાથી કોઈ શત્રુ નથી બનતું.

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t
Leave a Comment
Your email address will not be published. Required fields are marked